Valsad Rain Video : દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે પર પાણી ભરાઇ જતા વાહનચાલકો પરેશાન

|

Jul 22, 2023 | 12:54 PM

વલસાડ, પારડી અને વાપી તાલુકામાં ચાર કલાક ભારે વરસાદ વરસ્યો હતો. જેથી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Valsad : વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ કરી હતી. જેના પગલે વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે (Valsad-Dharampur State Highway) પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ, પારડી અને વાપી તાલુકામાં ચાર કલાક ભારે વરસાદ વરસ્યો હતો. જેથી સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો- Breaking News : ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મીઓ લૂંટાયા, બંદૂકની અણીએ અંદાજે રૂ.1 કરોડની લૂંટ, જુઓ Video

બીજી તરફ વાપી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુખ્ય અંડરપાસ પણ પાણી ભરાવાના કારણે બંધ કરાયો છે. તો અંડરપાસમાંથી પાણી કાઢવાની કામગીરી કરાઇ શરૂ કરવામાં આવી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video