Breaking News : ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મીઓ લૂંટાયા, બંદૂકની અણીએ અંદાજે રૂ.1 કરોડની લૂંટ, જુઓ Video
ભાવનગરના શિહોરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ, હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે.
Bhavnagar : ભાવનગરના શિહોરમાં (Shihor ) આંગડિયા પેઢીના કર્મચારીઓ લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. શિહોર બસ સ્ટેન્ડ નજીક બંદૂકની અણીએ અંદાજે રોકડ અને હીરા સહિત રૂ. 1 કરોડની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ, રોજકી ડેમ 80 ટકા ભરાયો, જુઓ Video
મળતી માહિતી અનુસાર ઢસાથી બાઇક લઈને આર.મહેન્દ્ર નામની આંગડિયા પેઢીના બે કર્મીઓ શિહોર આવી રહ્યા હતા. આ દરમિયાન શિહોર બસ સ્ટેન્ડ નજીક લૂંટારૂઓએ એક કર્મીનું અપહરણ કરીને કર્મીઓનું બાઇક લઇને ફરાર થયા હતા.
રોકડ અને હીરા સહિત અંદાજીત એક કરોડની લૂંટનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. ફરાર થયેલી બાઇક ચોગઠ નજીકથી મળી આવી છે. ભાવનગર SOG, LCB સહિતના પોલીસ કાફલાએ લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 22, 2023 10:44 AM
Latest Videos