વલસાડની ધરમપુર બેઠક પર ટિકિટને લઈને કોંગ્રેસમાં ભડકો, કલ્પેશ પટેલ કરશે અપક્ષ ઉમેદવારી

Gujarat ELection 2022: ટિકિટ ફાળવણીને લઈને વલસાડ કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસે કિશન પટેલને ટિકિટ અપાતા ધરમપુર કોંગ્રેસમાં ભડકો થયો છે. જેને લઈને કલ્પેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2022 | 11:22 PM

વલસાડના ધરમપુર બેઠક પર કોંગ્રેસે કિશન પટેલને ટિકિટ આપતા ધરમપુર કોંગ્રેસમાં ભડકો થયો છે. થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયેલા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસમાંથી ટિકિટ ના મળતા નારાજ કલ્પેશ પટેલ આવતીકાલે અપક્ષમાંથી ઉમેદારી ફોર્મ ભરશે. કલ્પેશ પટેલે કહ્યું, કોંગ્રેસ ધરમપુર બેઠક 25 હજારથી વધુ મતોથી ગુમાવશે. કોંગ્રેસના આંતરિક ડખાને કારણે પાર્ટીને મોટું નુકસાન સહન કરવું પડશે. મહત્વનું છે કે કલ્પેશ પટેલની અપક્ષ ઉમેદવારી કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

ગુજરાત એસેમ્બલી ઈલેકશન 2022 : કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ખેંચતાણ

કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ખેંચતાણ કોઈ નવી વાત નથી. કોંગ્રેસમાં ટિકિટને લઈને આંતરિક ખેંચતાણ ચાલી રહી છે કોંગ્રેસે વિવિધ જગ્યાએ ટિકિટને લઈને ચાલી રહેલ અસંતોષ અને વિરોધ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીની ગુંચ ઉકેલવા દિલ્લીથી ટીમ આવી છે. શુક્રવારે પણ વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઈ હોવાની ફરિયાદો ઉઠી છે તો ટિકિટ ફાળવણીમાં સગાવાદ અને વ્હાલાદવલાની નીતિ રખાઈ હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.

Follow Us:
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">