Gujarat Election 2022: કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી વિવાદનો મુદ્દો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો, કોંગ્રેસે 26 લોકોને વિવાદ ખાળવા દિલ્હીથી મોકલ્યા
કોંગ્રેસમાં (Congress) ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદ દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ દ્વારા અત્યા સુધીમાં ઉમેદવારોની ચાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસમાં પણ વિધાનસભાના ઉમેદવારો જાહેર થતા કકળાટ સામે આવ્યો છે. કેટલીક જગ્યા પર કોંગ્રેસમાં આતંરિક વિરોધનો સુર ઉઠ્યો છે. ત્યારે કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇને થયેલા કકળાટનો મુદ્દો દિલ્લી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્હીથી ટીમ મોકલી છે. આ ટીમને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી આપવામાં આવી છે.
ગુજરાત ઇલેકશન 2022 : 26 લોકોને કોંગ્રેસે ગુજરાતમાં મોકલ્યા
કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે ચાલી રહેલા વિવાદ દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. વિવાદને ખાળવા હાઇકમાન્ડે દિલ્લીથી મોટી ટીમ મોકલી છે. કોંગ્રેસે દિલ્લીથી 26 લોકોને લોકસભા બેઠક મુજબ વિવાદ ખાળવાની જવાબદારી સોંપી છે. કોંગ્રેસના 4 સહપ્રભારીઓ સામે પણ અનેક લોકોએ ફરિયાદ કરી છે. ટિકિટ ફાળવણીની ગુંચ ઉકેલવના દિલ્લીથી ટીમ આવી છે. શુક્રવારે પણ વિપક્ષના નેતાના નિવાસસ્થાને અશોક ગેહલોતે બેઠક કરી હતી. કેટલીક બેઠકો પર વ્યક્તિગત લાભ માટે ટિકિટ ફાળવાઇ હોવાની ફરિયાદ છે.
અમદાવાદમાં NSUIના કાર્યકર્તાઓએ યુવાનોને ટિકિટ આપવા માટે માગ કરીને દેખાવો કર્યા હતા. તો બાયડના ધારાસભ્ય જશુ પટેલ અશોક ગેહલોતને મળીને રિપીટ કરવા માટે માગ કરી છે. આ બાજુ વઢવાણ કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર તરૂણ ગઢવીનો વિરોધ થયો છે. રૂપિયા લઈ ટિકિટ આપી હોવાના દાવા સાથે કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે. મહેસાણા જિલ્લામાં 5 બેઠકના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં કોકડું ગુચવાયું છે. તો વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસના કિશન પટેલ અને કલ્પેશ પટેલની દાવેદારીને લઇને વિવાદ વકર્યો છે… ત્યારે કોંગ્રેસ દાવેદારોને સાથે રાખીને ડેમેજ કંટ્રોલ નહીં કરે તો તેની અસર વિધાનસભાની ચૂંટણી પર ચોક્કસ દેખાશે.
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
