Valsad : નેશનલ હાઇવે પર ડામર પીગળ્યો, 22 કરોડથી વધુનો ખર્ચ કરવા છતા કામમાં ગેરરીતિનો આક્ષેપ, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2023 | 8:07 AM

વાપીથી શામળાજીને જોડતા નેશનલ હાઇવે પર ડામર પીગળતા હાઇવેના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ધરમપુર પાસે નેશનલ હાઇવે પર ડામર પીગળવાની ઘટના બની હતી.

પરિવહનમાં સરળતા રહે સાથે ચોમાસામાં લોકોને મુશ્કેલી નહીં પડે તેને માટે સરકાર દ્વારા વિકાસની છડી સમગ્ર ગુજરાતમાં ફેરવી છે. જેને લઈ તમામ જિલ્લાઓમાં રોડ રસ્તાઓ અને આની વિકાસ લક્ષી કામો કરવામાં આવી રહ્યા છે. મહત્વનુ છે કે, ડામરના બનાવાતા આ રસ્તાઓમાં ભ્રસ્ટાચાર રૂપી ડામર ભેળવવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વલસાડમાં બની રહેલા રસ્તાનો ડામર પીગળતા રસ્તાની કામગીરી પર પણ કેટલાક સવાલો ઉઠ્યા છે. વલસાડમાં વાપીથી શામળાજીને જોડતા નેશનલ હાઇવે પર ડામર પીગળ્યો હતો. ધરમપુર પાસે નેશનલ હાઇવે પર ડામર પીગળ્યો હોવાને પગલે હાઇવેના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ, સુરત શહેર, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં વહેલી સવારથી વરસાદ, વલસાડમાં પણ માવઠું

લગભગ 22 કરોડના ખર્ચે આ રસ્તાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડામર પીગળવાની ઘટના બનતા સ્થાનિકો દ્વારા 28 માર્ચના રોજ રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે, કોન્ટ્રાકટર અને સ્થાનિક અધિકારીઓનાં મિલીભગતને કારણે આ ભ્રસ્ટાચાર રૂપી ડામર પીગળ્યો છે. આ ડામર પીગળવાને કારણે ઘણી વાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અધિકારીઓએ દ્વારા કોન્ટ્રાકટરને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આયા છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…