Valsad: રોડ રોલરે મર્સિડિઝને અડફેટે લેતા દૂર સુધી ઘસડાઈ કાર, અકસ્માતના CCTV થયા વાયરલ – Video

Valsad: રોડ રોલરે મર્સિડિઝને અડફેટે લેતા દૂર સુધી ઘસડાઈ કાર, અકસ્માતના CCTV થયા વાયરલ – Video

| Edited By: | Updated on: Oct 10, 2023 | 8:00 PM

Valsad: વાપીના ગુંજન વિસ્તારમાં રોડ રોલરે ઉભેલી મર્સિડિઝ કારને અડફેટે લેતા કાર દૂર સુધી ઘસડાઈ હતી. આ દરમિયાન કાર નજીક ઉભેલી બાઈક પણ ઘસડાઈ હતી. ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે.

Valsad: વલસાડમાં વાપીના ગુંજન વિસ્તાર નજીક અકસ્માત સર્જાયો છે. રોડ રોલરે ઉભેલી મર્સિડીઝ કારને અડફેટે લીધી હતી. રોડ રોલર ચાલકે મર્સિડીઝ કારને દૂર સુધી ઘસડી હતી. તો કાર આગળ ઉભેલી બાઈક પણ ઘસડાઈ હતી. સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતમાં મર્સિડીઝ કાર અને બાઈકને નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: Bhavnagar: વરતેજમાં પાણીના પ્રશ્ને મહિલાઓ બની રણચંડી, ભાવનગર-રાજકોટ હાઈવે પર કર્યો ચક્કાજામ- Video

આ તરફ વાપીમાં સોમવારના રોજ ચાર લોકોએ મોબાઈલ શોપમાં દુકાનદાર સાથે માથાકૂટ કરી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હોવાનુ સામે આવ્યુ છે. માથાકૂટ કરનારા શખ્સોએ તેમનો મોબાઈલ રિપેર કરવા માટે આપ્યો હતો. જે રિપેર થયો ન હોવાથી ચારેય શખ્સોએ દુકાનદાર સાથે માથાકૂટ કરી અને આ દરમિયાન ગ્રાહકનો મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો