વલસાડ: વાપી GIDCની કંપનીમાં ગેસ લીકેજથી 2 લોકોના મોત, એક સારવાર હેઠળ

વલસાડ: વાપી GIDCની કંપનીમાં ગેસ લીકેજથી 2 લોકોના મોત, એક સારવાર હેઠળ

| Edited By: | Updated on: Dec 05, 2023 | 8:32 PM

વાપીની સરના કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થયો હતો. આ ઝેરી ગેસની અસરથી 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ કેમિકલ કંપનીઓની બેદરકારીના કારણે આવા અનેક અકસ્માત બની ચુક્યા છે અને કામદારો ભોગ બની ચુક્યા છે.

વલસાડમાં વાપી GIDCની કંપનીમાં ગેસ લીકેજથી 2 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સરના કેમિકલ કંપનીમાં ગેસ લીકેજથી 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. એક કર્મચારીને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો અમદાવાદ વીડિયો : અમદાવાદના ખોખરા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર વિભાગની 3 ગાડી ઘટના સ્થળે

મળતી માહિતી અનુસાર વાપીની સરના કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થયો હતો. આ ઝેરી ગેસની અસરથી 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અગાઉ પણ કેમિકલ કંપનીઓની બેદરકારીના કારણે આવા અનેક અકસ્માત બની ચુક્યા છે અને કામદારો ભોગ બની ચુક્યા છે. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ મામલે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો