વાળીનાથ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, લાખો શ્રદ્ધાળુઓના પગરખાં સાચવવા માટે પણ કરાઈ ખાસ વ્યવસ્થા, જુઓ

|

Feb 21, 2024 | 1:58 PM

મહેસાણાના તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ હાલમાં ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટી રહ્યા છે. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને માટે અહિં અલગ અલગ તમામ સુવિધાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી, ચા અને પ્રસાદ સહિત પગરખાં માટે પણ વિશેષ સગવડ રાખવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના તરભમાં વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો અહીં ઉમટી રહ્યા છે. જેમના માટે પાણી અને ચા તેમજ પ્રસાદની વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગરમાગરમ ભોજન અને ગરમ ચા સહિત શુદ્ધ પાણી મળી રહે માટે આયોજન સફળતા પુર્વક જાળવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, તંત્રએ અસમાજીક તત્વો પર ચલાવ્યુ બુલડોઝર

આ દરમિયાન ભક્તોના હજારો પગરખાં સાચવવા એ પણ એક મુશ્કેલ કાર્ય છે. જેને મહોત્સવના વ્યવસ્થાપકો દ્વારા વિશેષ રીતે આયોજન કરવાાં આવ્યુ છે. ખાસ થેલીઓની સગવડ કરવામાં આવી છે. જે તમામ થેલીઓ પર નંબર લખવામાં આવ્યા છે અને જેના આધારે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પગરખાને લઈને શ્રદ્ધાળુઓએ અગવડતા ના ભોગવવી પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video