Vadodara: સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોનો 4 વર્ષ જુનો આવાસનો પ્રશ્ન ઉકેલાયો, આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધી આપશે

| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:03 AM

વડોદરાના સંજયનગર આવાસનો 4 વર્ષ જૂનો પ્રશ્ન હલ થતા સંજયનગરના વિસ્થાપિતોને રાહત મળી છે. વોર્ડ 6ના કોર્પોરેટર ડૉ. શીતલ મિસ્ત્રીના પ્રયાસો અને મયર કેયુર રોકડીયાની મધ્યસ્થી બાદ અંતે સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો છે.

વડોદરા (Vadodara)ના સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોને પાકા મકાન આપવાનો 4 વર્ષ જૂનો ગૂંચવાયેલા પ્રશ્ન આખરે ઉકેલાયો. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને મેયરની મધ્યસ્થી બાદ સંજયનગરના 1,840 વિસ્થાપિતોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે. આવાસ યોજના (Awas yojana)ના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધીને આપશે.

સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો

વડોદરાના સંજયનગર આવાસનો 4 વર્ષ જૂનો પ્રશ્ન હલ થતાં સંજયનગરના વિસ્થાપિતોને રાહત મળી છે. વોર્ડ 6ના કોર્પોરેટર ડૉ. શીતલ મિસ્ત્રીના પ્રયાસો અને મયર કેયુર રોકડીયાની મધ્યસ્થી બાદ અંતે સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો છે. આ વિસ્થાપિતોનું બાકી રહેલું ભાડું માસિક બે હજાર લેખે આગામી છ માસમાં ચુકવી દેવાશે. સંજયનગરના 1,840 વિસ્થાપિતોના ઘરના ઘરનું સ્વપ્ન હવે સાકાર થશે.

આવાસ યોજનાના બિલ્ડર વધારાના 307 મકાનો બાંધી આપશે

આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધીને આપશે. હવે દબાણ વાળી 71 હજાર ચોરસ ફૂટ જગ્યાની સામે બિલ્ડર દ્વારા વધારાની જગ્યાની માગણી કરવામાં નહીં આવે. 24 જાન્યુઆરી એટલે કે સોમવારે સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

સંજયનગરના લોકોમાં ખુશીનો માહોલ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી જાહેરાતને સંજયનગરના વિસ્થાપિતોએ ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. સંજયનગરના વિસ્થાપિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સંજયનગરના વિસ્થાપિતોના પ્રતિનિધિમંડળે મેયરનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો- Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

આ પણ વાંચો- અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ