વડોદરા વીડિયો : શેરબજારમાં સારી કમાણી કરી આપવાની લાલચ આપી ઠગાઇ, કુલ 9 આરોપી પોલીસ સકંજામાં

|

Nov 14, 2023 | 10:32 AM

આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા. આરોપીઓ મહેસાણાના ખેતરોમાં જતા રહેતા હતા અને ત્યાંથી અલગ-અલગ મોબાઇલમાંથી ઓફિસ સમયમાં દરમિયાન ગ્રાહકોને ફોન કરતા હતા અને પોતે શેર એક્સપર્ટ હોવાનું કહી વિશ્વાસમાં લેતા હતા.

વડોદરામાં ઓનલાઇન ટ્રેડિંગના નામે ઠગાઇ કરતી ગેંગના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે. વડોદરા સાયબર ક્રાઇમ સેલે વધુ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. હવે આ કેસમાં કુલ 9 આરોપીઓ પકડાઇ ગયા છે. વધુ ત્રણ આરોપીઓ પાસેથી પોલીસે રૂ.25 લાખ રોકડા, 2 SUV કાર, મોબાઇ સહિતની ચીજ વસ્તુઓ જપ્ત કરી છે.

આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા. આરોપીઓ મહેસાણાના ખેતરોમાં જતા રહેતા હતા અને ત્યાંથી અલગ-અલગ મોબાઇલમાંથી ઓફિસ સમયમાં દરમિયાન ગ્રાહકોને ફોન કરતા હતા અને પોતે શેર એક્સપર્ટ હોવાનું કહી વિશ્વાસમાં લેતા હતા. તેઓ શેરબજારમાં રોકણ કરશે તો તેમને સારી કમાણી કરી આપવાની લાલચ પણ આપતા હતા.

આ પણ વાંચો-ડાંગ : દિવાળીની પ્રેરણાદાયક ઉજવણી, સુબીર તાલુકાના ઝરી ગામે વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો

જો કોઇ વ્યક્તિ રોકાણ માટે તૈયાર થઇ જાય તો તેને અન્ય આરોપીને સિનિયર મેનેજરની ઓળખ આપીને ફોન કરાવતા અને ગ્રાફિક્સ બતાવીને પણ આરોપીઓ ગ્રાહકોને વિશ્વાસમાં લેતા. જે તે ગ્રાહક રૂપિયાનું રોકણ કરે ત્યારબાદ ફોન બંધ થઇ જતો હતો. આ રીતે તેઓ ગ્રાહકોને જાળમાં ફસાવતા હતા. હાલ આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video