વડોદરાની(Vadodara) સુમનદીપ વિદ્યાપીઠમાં(Sumandeep Vidyapeeth) નર્સિંગનો(Nursing) અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે..સુમનદીપ વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે SY GNMના 39માંથી 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી..કોલેજની બેદરકારીને કારણે તેમનું પ્રમોશન અટક્યું હોવા છતાં કોલેજ તરફથી પરીક્ષા આપવાની સૂચના આપવામાં આવી રહી છે..જેથી અમે કલેક્ટને આવેદન આપી જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરી છે.આ અંગેની વિગતો પર નજર કરીએ તો સુમનદીઠ વિદ્યાપીઠમાં 39 વિદ્યાર્થીનીઓ નર્સીંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમજ કોરોનાના કાળ દરમિયાન કોલેજો બંધ રહેવાના કારણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુ.
પરંતુ સુમનદીપ કોલેજના વહીવટકર્તાએ કુલ 39 વિદ્યાર્થીનીઓ પૈકી 28 વિદ્યાર્થીનીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે 11 વિદ્યાર્થીનીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેમજ આ 11 વિધાર્થીઓને પ્રથમ વર્ષની પરિક્ષા આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. પરંતુ, હાલ તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે પ્રથમ વર્ષની પરીક્ષા 10 દિવસ બાદ ચાલુ થવાની છે. ત્યારે આ વિધાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે તે મોટો પ્રશ્ન છે. જેના પગલે આ વિદ્યાર્થીનીઓની કલકેટરને આવેદન પત્ર આપી માસ પ્રમોશન આપવા માંગણી કરી છે.
આ પણ વાંચો : સોમનાથના પ્રાંગણમાં અમૃત સ્વરધારા ઉત્સવ, પ્રથમ વખત દેશના 350થી વધુ કલાકારોની સતત પાંચ દિવસ સુધી કલા સાધના
આ પણ વાંચો : Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે
Published On - 11:52 pm, Sat, 26 March 22