વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

| Edited By: | Updated on: Dec 12, 2021 | 7:07 PM

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના અનુદાનમાં થી બે અદ્યતન અને જીવન રક્ષક એમ્બ્યુલન્સ સયાજી અને નરહરિ હોસ્પિટલ ને આપવામાં આવી હતી.

વડોદરાની(Vadodara)  SSG હોસ્પિટલને ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સ મળી છે, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi)  ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું(Ambulance)  લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે કોરોના સંક્રમણને લઈ મહેસુલ પ્રધાને જણાવ્યું છે કે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે કામે લાગ્યું છે. ઓમિક્રોનના સંદર્ભમાં ક્યાંય ગફલત ના રહે તે માટે આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.  જેમાં ઓક્સિજન ,એમ્બ્યુલન્સ અને વેન્ટિલેટરની ચકાસણી કરવામાં આવી રહી છે,

રાવપુરા મત વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના મહેસૂલ અને કાયદા વિભાગના મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના સંકલ્પને સાકાર કરવા અને તેમની પ્રેરણાથી વિવિધ વોર્ડ ના સમર્પિત કાર્યકરો અને નગરસેવકોએ પારાવાર પરિશ્રમ કરીને જરૂરિયાતવાળા અને પાત્ર લોકોના ૧ હજાર આયુષ્માન કાર્ડ સરકારી તંત્ર સાથે જરૂરી સંકલન સાધીને તૈયાર કરાવ્યા છે.

તેનું આજે મંત્રી તેમજ સાંસદ,ધારાસભ્યઓ અને પક્ષના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.પુષ્ટિ સંપ્રદાયની ષષ્ઠપીઠ સંચાલિત કલ્યાણ પ્રાસાદ ખાતે કલ્યાણરાય પ્યારે ના સાનિધ્યમાં અને પ.પુ.૧૦૮ ગૌસ્વામી આશ્રય કુમાર મહોદયની આશિષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈના ધારાસભ્ય અનુદાન માં થી બે અદ્યતન અને જીવન રક્ષક એમ્બ્યુલન્સ સયાજી અને નરહરિ હોસ્પિટલ ને આપવામાં આવી હતી.

આ  પણ વાંચો: GUJARAT : રસ્તા પર રખડતા ઢોરનું રાજ, આખલાઓ માટે રસ્તાઓ બન્યા યુદ્ધનું મેદાન

આ પણ વાંચો : Surendranagar: ધોરણ 7ના બે વિદ્યાર્થીઓ બન્યા કરાટે ચેમ્પીયન, ઓલ ઈન્ડિયા કરાટે સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

Published on: Dec 12, 2021 07:06 PM