AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Video : વડોદરા SOG દ્વારા સ્પા સેન્ટરો પર દરોડા, મસાજની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા કડક કાર્યવાહી

Vadodara Video : વડોદરા SOG દ્વારા સ્પા સેન્ટરો પર દરોડા, મસાજની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ રોકવા કડક કાર્યવાહી

yunus.gazi
| Edited By: | Updated on: Oct 09, 2023 | 11:29 PM
Share

વડોદરાના વાસણા તથા આસપાસના વિસ્તારના કેટલાક સ્પા સેન્ટર પર SOGએ દરોડા પાડ્યા છે. વડોદરા પોલીસ કમિશનરના આદેશથી સ્પા અને મસાજ સેન્ટરના દસ્તાવેજો ચકાસવાની સાથે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી. વડોદરા પોલીસ દ્વારા સ્પાના નામે અનૈતિક પ્રવૃત્તિ રોકવા કડક ચકાસણી શરૂ કરવામાં આવી છે.

Vadodara : વડોદરામાં સ્પા (Spa) અને મસાજ સેન્ટરની આડમાં ધમધમતા દેહવ્યાપારના ધંધા પર પોલીસે બરાબરનો સકંજો કસ્યો છે. વડોદરાના વાસણા તથા આસપાસના વિસ્તારના કેટલાક સ્પા સેન્ટર પર SOGએ દરોડા પાડ્યા છે. વડોદરા પોલીસ કમિશનરના આદેશથી સ્પા અને મસાજ સેન્ટરના દસ્તાવેજો ચકાસવાની સાથે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી. વડોદરા પોલીસ દ્વારા સ્પાના નામે અનૈતિક પ્રવૃત્તિ રોકવા કડક ચકાસણી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Vadodara : નોકરી આપવાના બહાને 29 વર્ષીય નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યું દુષ્કર્મ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ વડોદરામાં એક નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે દુષ્કર્મ ગુજાર્યું હતું. સ્પામાં નોકરીના બહાને સ્પા સંચાલકે આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે મુખ્ય આરોપી અને તેની મદદ કરનાર સ્પાના 2 મેનેજરોને ઝડપી પાડ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 09, 2023 11:29 PM
g clip-path="url(#clip0_868_265)">