Vadodara: SOGએ કરી મોટી કાર્યવાહી, સાવલીમાંથી રુપિયા 68 લાખની કિંમતનો પોષડોડાનો જથ્થો ઝડપાયો, જુઓ Video
નશાકારક પદાર્થો અને અફીણ બનાવવા માટે આ પોષડોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે બાતમીના આધારે પોષડોડાનો આ જંગી જથ્થો એક ટ્રકમાંથી ઝડપાયો છે.
Vadodara : વડોદરા ગ્રામ્ય SOGને ચોક્કસ માહિતી મળી હતી કે વડોદરા ગ્રામ્યની હદમાં આવતા હાઇવે ઉપરથી પોષડોડાનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે ગઇકાલે રાત્રે વોચ ગોઠવવામાં આવી હતી. નશાકારક પદાર્થો અને અફીણ બનાવવા માટે આ પોષડોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે બાતમીના આધારે પોષડોડાનો આ જંગી જથ્થો એક ટ્રકમાંથી ઝડપાયો છે. વડોદરાના મંજુસરના વેમાલી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ટ્રક હતી. અંદાજે 68 લાખની કિંમતનો આ જથ્થો માનવામાં આવી રહ્યો છે.
SOGએ FSLની મદદથી પોષડોડાના સેમ્પલ લીધા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 80 લાખ રુપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને ટ્રક ડ્રાયવરની અટકાયત કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે રાંચીથી રાજસ્થાન તરફ આ જથ્થો લઇ જવામાં આવી રહ્યો હતો. જો કે ખરીદનાર કોણ હતુ અને મોકલનાર કોણ હતુ કે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. તો મંજુસર પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાયવર તેમજ પોષડોડાનો જથ્થો મોકલનાર અને લેનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો