Vadodara: ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, મારામારીની ઘટનામાં 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Dec 03, 2024 | 4:21 PM

વડોદરાના ઉર્મિ વિદ્યાલયમાં ક્રિકેટ રમવાના વિવાદને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ, જેમાં 5 વિદ્યાર્થીઓ ઘાયલ થયા. એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે. શિક્ષકોની હાજરીમાં બનેલી આ ઘટના બાદ વાલીઓએ શાળા અને શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે મામલા અંગે વધુ પુછપરછ કરી રહી છે.

વડોદરા શહેરની સમા વિસ્તારમાં આવેલી સૌથી મોટી શાળા એટલે કે ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. એક નાનકડી બાબતમાં વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઝપાઝપી થઇ કે ઘટનામા 5 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્થ થયા હોવાનું પણ સામે આવ્યુ છે. જેમાંથી એક વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલામાં પોલીસને વચ્ચે પડવાનો વારો આવ્યો છે.

ઘટના કઇક એવી છે વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. માહિતી મળી રહી છે કે ઊર્મિ વિદ્યાલયમાં જ્યારે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો, ત્યારે ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી.મોટી વાત એ છે કે શિક્ષકો શાળામાં જ હતા તે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

વાલીઓનું કહેવુ છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે વિદ્યાર્થીઓની માટેની તમામ જવાબદારી શાળાની અને શિક્ષકોની છે. શિક્ષકો હોવા છતા માત્ર રમવાની બાબતને લઇને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બનવી અને તેનું ગંભીર સ્વરુપ ઘારણ થવુ, સાથે જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાંત થવાના પ્રયાસ કેમ કરવામાં ન આવ્યા તે અંગે વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ છે.