VADODARA : રેસિડેન્ટ તબીબોની હડતાળ, તબીબે રક્તદાન કેમ્પ યોજ્યો

|

Aug 06, 2021 | 5:02 PM

રાજ્યની મેડિકલ કોલેજના જુનિયર તબીબ, રેસિડેન્ટ તબીબ વિવિધ માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. વડોદરાની SSG હોસ્પિટલમાં તબીબોએ એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું.

VADODARA : રાજ્યની મેડિકલ કોલેજના જુનિયર તબીબ, રેસિડેન્ટ તબીબ વિવિધ માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. વડોદરાની SSG હોસ્પિટલમાં તબીબોએ એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. આ હડતાળિયા તબીબોએ ઈમરજન્સી અને કોવિડ ડ્યુટી પણ બંધ કરી છે. આ હડતાળ પર રહેલા તબીબોએ સરકાર બોન્ડ અંગે જૂના પરિપત્રનો અમલ કરે તેવી પણ માગણી કરી.

વડોદરામાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. 500 જેટલા તબીબો ત્રણ દિવસથી હડતાળ પર જતાં સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત થવાની સંભાવના છે. તબીબોએ ગઈકાલ સુધી ચાલું રાખેલી ઈમર્જન્સી સેવાઓ આજે બંધ કરી દીધી છે અને કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

તબીબોએ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર સૂત્રોચ્ચ કરીને રોષ વ્યક્ત કર્યો છે. મંગળવારે આરોગ્ય કમિશનરે હડધૂત કરતા રેસિડેન્ટ તબીબોમાં ભારે રોષ છે. આરોગ્ય કમિશનરે રજૂઆત કરવા ગયેલા ડૉકટર્સ પાસે ત્રણ વર્ષનો હિસાબ માંગ્યો હતો અને અપમાનિત કર્યા હતા.

તબીબોનું કહેવું છે કે દેશના અન્ય રાજ્યોમાં જે લાભો આપવામાં આવે છે તે મુજબ ગુજરાતના રેસિડેન્ટ તબીબોને કેમ આપવામાં નથી આવતા?

Next Video