Vadodara: અયોધ્યા રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આ રામભક્તે બનાવી 108 ફૂટ લાંબી વિશાળ ધૂપસળી, જુઓ Video
દેશ વિદેશના રામભક્તો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે રામજન્મ ભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાના રામ ભક્તે બનાવેલી ભવ્ય અને વિશાળ ધૂપસળીની સુવાસ પ્રસરશે.
Vadodara: રામભક્તે રૂપિયા સાડા પાંચ લાખના ખર્ચે બનાવેલી વિશાળ ધૂપસળીપોણા ચાર લાખ રૂપિયા ના ખર્ચે અયોધ્યા મોકલવામાં આવશે. વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ કરી શોભાયાત્રા સાથે ધૂપસળી અયોધ્યા પહોંચશે.
દેશ વિદેશના રામભક્તો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે રામજન્મ ભૂમિ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડોદરાના રામ ભક્તે બનાવેલી ભવ્ય અને વિશાળ ધૂપસળીની સુવાસ પ્રસરશે.
વ્યવસાયે ખેડૂત અને પશુપાલક એવા વડોદરાના તરસાલીના રામભક્ત વિહાભાઈ ભરવાડે બનાવેલી 108 ફૂટ લાંબી અને સાડાત્રણ ફૂટ પહોળી વિશાળ ધૂપસળી ડિસેમ્બર માસના અંતમાં વડોદરા થી અયોધ્યા સુધીની ભવ્ય શોભાયાત્રા કાઢી અયોધ્યા ખાતે પહોંચાડવમાં આવશે.
આગાઉ આવીજ ત્રણ વિશાળ ધૂપસળી બનાવી ચૂકેલ વિહાભાઈ ભરવાડે જણાવ્યું કે 108 ફૂટ લાંબી ધૂપસળી બનાવવા માટે ગુગળ ધૂપ, ઘી,કોપરા નું છીણ, હવન સામગ્રી ,ગાયના છાણના પાવડર સહિત વિવિધ પ્રકારની કુલ 3428 કિલો સામગ્રી વાપરવામાં આવી છે.
ધૂપસળી બનાવવા માટે આ વસ્તુઓનો ઉપયોગ
91 કિલો ગીરની ગાયનું ઘી, 376 કિલો ગૂગળ ધૂપ, 280 કિલો જવ, 280 કિલો તલ, 376 કિલો કોપરાનું છીણ, 425 કિલો હવન સામગ્રી અને 1475 કિલો ગાયના છાણના પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ કુલ 3400 કિલો વજનની આ ધૂપસળી તૈયાર કરાઇ છે. કુલ 3428 કિલોની સામગ્રી વાપરવામાં આવી છે.
ખુલ્લા વિસ્તારમાં હવા અને સૂર્ય તાપના વાતાવરણ માંજ આવી મોટી ધૂપસળી બનાવી શકાતી હોય છે, હાલ વરસાદ ચાલુ થઈ ગયો હોવાથી આગળ નું કામ કામચલાઉ બંધ કરવામાં આવ્યું છે અને અત્યાર સુધી બની ચૂકેલ ધૂપસળી ને પ્લાસ્ટિકથી વીંટાળી ઢાંકી દેવામાં આવી છે. પરંતુ ઉઘાડ નીકળતાની સાથેજ બાકીનું કામ આગળ ધપાવવામાં આવશે. ડિસેમ્બરના પ્રારંભિક તબક્કામાં 108ફૂટ લાંબી સાડાત્રણ ફૂટ પહોળી પૂર્ણ કદની ધૂપસળી તૈય્યાર થઈ જશે તેવું વિહાભાઈ ભરવાડે એક વાતચીત માં જણાવ્યું હતું.
રૂપિયા સાડા પાંચ લાખના ખર્ચે બનનાર આ 108 ફૂટ લાંબી ધૂપસળી અયોધ્યા ખાતે ટ્રેલર મારફતે પહોંચાડવાનો ખર્ચ રૂપિયા પોણા ચાર લાખ જેટલો થવા જાય છે. વડોદરાના તરસાલી ખાતે વિહાભાઈના ઘર નજીક ખુલ્લા મેદાનમાં બનાવવામાં આવી રહેલ આ વિશાળ ધૂપસળી તૈય્યાર થઈ ગયા બાદ તેને નવલખી ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવશે.
આ પણ વાંચો : સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ રાજ્યના આ ત્રણ શહેરમાં બાયોગેસ પ્લાન્ટને મંજૂરી
જ્યાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર અને જિલ્લાના મહાનુભાવો ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી પણ હજાર રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેમના હસ્તે લીલી ઝંડી આપી ધૂપસળી સાથેની શોભાયાત્રાને અયોધ્યા પ્રસ્થાન કરાવવામાં આવશે.
વિશાળ ધૂપસળીની મોટી વાતો
- ગુગળ કવાંટથી લાવ્યા, શુદ્ધ દેશી ઘી માલધારી સમાજ પાસેથી મેળવ્યું
- અંદાજે રૂપિયા 5.30 લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે ધૂપસળી
- વડોદરા થી અયોઘ્યા ધૂપસળી પહોંચાડવાનો ખર્ચ 3.75 લાખ
- ડિસેમ્બર મહિનામાં વાજતે ગાજતે શોભાયાત્રા દ્વારા આ વિશાળ ધુપસળી અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચાડવામાં આવશે
- વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય કાર્યક્રમ કરી શોભાયાત્રા કાઢી લઈ જવાશે
- નવલખીના કાર્યક્રમ અને શોભાયાત્રાના આયોજન માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવશે
- ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને મંદિર પ્રશાસનને ફેક્સ દ્વારા જાણ કરાઈ
વિહાભાઈ ભરવાડે અત્યાર સુધી આવી કેટલી અગરબત્તી બનાવી?
- વર્ષ 2014માં 111 ફૂટની બનાવેલી અગારબત્તી શિવ વાડી આશ્રમ કરજણમાં હનુમાન જયંતી નિમિત્તે બનાવી હતી
- વર્ષ 2016માં 121 ફૂટની ધૂપસળી ઉજજેન મહાકુંભ માં મોકલી હતી
- વર્ષ 2019માં 125 ફૂટની ધૂપસળી ગૌરક્ષા અને દેશના જવાનોના દીર્ઘાયુષ્ય અને જન કલ્યાણ માટે બનાવી હતી, મહાકાલેશ્વર પ્રાણ પ્રતિષ્ઠા
- નિમિત્તે તરસાલી ખાતે પ્રજવલિત કરી હતી
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
