SOG પોલીસ કર્મીએ સરકારી કર્મચારી સાથે કરી મારામારી, વીડિયો થયો વાયરલ
વડોદરામાં પાદરાના ST ડેપોમાં SOG પોલીસના કર્મચારીની દાદાગીરી સામે આવી છે. પોલીસ કર્મચારીએ ડેપોના કર્મચારી સાથે મારામારી કર્યાનો આરોપ લ્ગવવામાં આવ્યો છે. ગેરકાયદે પાર્કિંગ વાહનને હટાવવાનું કહેતા પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. વાહન ચાલકની તરફેણમાં પોલીસ કર્મચારીએ માર માર્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. SOG પોલીસના કર્મચારીની આ દાદાગીરીનો વીડિયો પણ વાયરલ થયો હતો.
વડોદરાના પાદરમાં SOG પોલીસ કર્મચારી પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. વાહન ચાલકને બચાવવા પોલીસ કર્મચારીએ સરકારી કર્મચારી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ થયો છે.
પાદરા એસટી ડેપોમાં એક વાહન ચાલકે ગેરકાયદે પોતાનું વાહન પાર્ક કર્યું હતું. જેને એસટી ડેપોના કર્મચારીએ હટાવવા કહ્યું હતું. જેથી SOG પોલીસ કર્મચારી આવ્યો હતો અને એસટી વિભાગના કર્મચારી સાથે બબાલ કરી માર માર્યો હતો.
આ પણ વાંચો : વડોદરાના જરોદમાં વધતા રોગચાળા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં, 77 દર્દી હાલ સારવાર હેઠળ, જુઓ વીડિયો
એસટી કર્મચારી સાથે રકઝક કરતો પોલીસ કર્મચારીનો વીડિયો પણ વાયરલ થયો છે. સમગ્ર ઘટના બાદ એસટી વિભાગના કર્મચારીએ પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે અને જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
Latest Videos