વડોદરાના જરોદમાં વધતા રોગચાળા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં, 77 દર્દી હાલ સારવાર હેઠળ, જુઓ વીડિયો
જરોદમાં બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યુ છે.નોંધાયેલા 144 દર્દીઓ પૈકી કુલ 77 દર્દી સારવાર હેઠળ છે.જેમાંથી 8 દર્દી વડોદરામાં હોસ્પિટલમાં અલગ અલગ દાખલ છે. ત્યારે આરોગ્ય વિભાગ આ રોગચાળા પર કાબુ મેળવવા કામે લાગ્યુ છે.
વડોદરાના જરોદમાં વધી રહેલા રોગચાળા મુદ્દે આરોગ્ય વિભાગ સતર્ક બન્યુ છે. બાળકોમાં કમળાના ચિહ્નો દેખાતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયુ છે.એક સપ્તાહથી અહી રોગચાળામાં વધારો થઇ રહ્યો છે.અત્યાર સુધીમાં જરોદમાં કુલ 144 કેસ નોંધવામાં આવ્યા છે. ત્યારે તેને ડામવા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે.
વડોદરામાં હોસ્પિટલમાં અલગ અલગ દાખલ
જરોદમાં બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યુ છે.નોંધાયેલા 144 દર્દીઓ પૈકી કુલ 77 દર્દી સારવાર હેઠળ છે.જેમાંથી 8 દર્દી વડોદરામાં હોસ્પિટલમાં અલગ અલગ દાખલ છે. ત્યારે આરોગ્ય વિભાગ આ રોગચાળા પર કાબુ મેળવવા કામે લાગ્યુ છે.લોકોમાં જાગૃતિ ફેલાવવાનું અને દવા વિતરણ કરવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.
સર્વેની કામગીરી શરુ કરવામાં આવી
વડોદરા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મીનાક્ષી ચૌહાણના જણાવ્યા મુજબ આ રોગચાળો પાણીજન્ય છે.બાળકોમાં કમળાના લક્ષણો દેખાઇ રહ્યા છે. આરોગ્ય જિલ્લા અધિકારીના જણાવ્યા મુજબ રોગચાળાવાળા વિસ્તારોમાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. વાઘોડિયાની ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઘરે ઘરે જઇને સર્વેલન્સ કરી રહી છે. દર્દીઓ પૈકી 5 નમૂના લેવામાં આવ્યા હતા, લેબ રિપોર્ટમાં 3 હિપેટાઇટિસ હોવાનું માલુમ પડ્યું છે. તો અન્ય નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા. લેવાયેલા નમૂનાના રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો