Vadodara : માંજલપુરમાં ચાલતા IPL ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

Vadodara : માંજલપુરમાં ચાલતા IPL ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

| Edited By: | Updated on: May 03, 2023 | 8:56 AM

માંજલપુરમાં IPL ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે. દારૂની બાતમી આધારે રેડ કરતા PCBને IPL ક્રિકેટ સટ્ટાના સાધનો મળ્યા હતા. મહત્વનુ છે કે મોબાઈલ, લેપટોપ સહિતની ચીજવસ્તુ સહીત સટ્ટો રમાડવાના સાધન સહિત 13 મોબાઇલ જપ્ત કર્યા છે.

વડોદરામાં PCBને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું છે. માંજલપુરમાં બાતમીને આધારે દારૂ પકડવા ગયેલી પોલીસે ક્રિકેટનો સટ્ટો ઝડપી પાડ્યો છે. વાત એમ છે કે માંજલુર વિસ્તારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે PCBએ રેડ કરી હતી. આ દરમિયાન દારૂ પકડવા ગયેલી પોલીસે ઓનલાઇ ક્રિકેટ સટ્ટો ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : ધોરણ 6 અને 10 માં નાપાસ થયેલો ઇસમ બન્યો ચાઈનીઝ સાયબર ક્રિમિનલ, ચીનથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ

આ ઘટના અંગે સ્થળ તપાસ કરતા પોલીસને મોબાઈલ, લેપટોપ, ટેપ રેકોર્ડર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. જેથી સટ્ટા રમાડવાના સાધન સહિત 13 મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં છે. સાથે જ આરોપી ભાવિક ગાંધી અને નરેન્દ્ર ઉર્ફે ભયલુ પરમારની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસે 2 લાખ 40 હજારની કિંમતનો દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી IPL પર ક્રિકેટ સટ્ટો કાયા નેટવર્કથી રમાડવામાં આવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…