આત્મવિશ્વાસ રાખો સફળતા મળશે, M S યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને CMનો મંત્ર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહારાજ સયાજીરાવ ગાયકવાડને યાદ કરીને તેમના શિક્ષણ પ્રત્યેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. ભૂપેન્દ્ર પટેલે યુવાઓને સંબોધતા કહ્યું કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે અને તમે જે પણ ફિલ્ડમાં જાઓ ત્યાં સમાજ અને દેશને ઉપયોગી બનજો.
વડોદરાની એમએસ યુનિવર્સિટીનો 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. વિવિધ શાખાના 221 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપતા કહ્યું કે શિક્ષણ જ વિકાસનો આધાર છે.
આ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહારાજ સયાજીરાવ ગાયકવાડને યાદ કરીને તેમના શિક્ષણ પ્રત્યેના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. ભૂપેન્દ્ર પટેલે યુવાઓને સંબોધતા કહ્યું કે આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે અને તમે જે પણ ફિલ્ડમાં જાઓ ત્યાં સમાજ અને દેશને ઉપયોગી બનજો.
આ પણ વાંચો વડોદરાઃ મુખ્યને બદલે ભળતા નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ફિલ્મી સ્ટોરી જેવી અદલાબદલી! જુઓ
Latest Videos