Vadodara : ધારાસભ્ય કેયુર રોકડીયા બન્યા રોષનો ભોગ, સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો, જુઓ Video

| Edited By: | Updated on: Jan 31, 2026 | 2:04 PM

વડોદરામાં સ્થાનિક ધારાસભ્ય કેયુર રોકડીયા જાહેર રોષનો ભોગ બન્યા હતા. સિનિયર સીટીઝનોએ તેમને ઘેરીને તેમની સામે વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડીયા શહેરમાં બસો શરૂ થવાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન માત્ર એક જ બસ શરૂ કરવામાં આવતા લોકોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ તેમને ઘેરી લીધા હતા

ખાસ કરીને ઉત્તર ગુજરાત જતી બસોની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે સિનિયર સીટીઝનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા ધારાસભ્ય કેયુર રોકડીયાએ બે હાથ જોડીને લોકો પાસે માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના કાર્યકાળને હજુ માત્ર ત્રણ વર્ષનો જ સમય થયો છે અને તમામ સમસ્યાઓ એક સાથે ઉકેલવી શક્ય નથી.

વિરોધ બાદ ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે સિનિયર સીટીઝનોની બસ સંબંધી માંગણીઓ અંગે આગામી સમયમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. તેમણે ટ્રાફિકની સમસ્યા, બસોના સમયપત્રક અને વિવિધ રૂટ્સ અંગે ચર્ચા કરીને વધુ બસો શરૂ કરવાની પણ વાત કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો