અમદાવાદ અને સુરત પછી ગુજરાતમાં કોરોના (Corona)ના સૌથી વધુ કેસ વડોદરા (Vadodara)માં નોંધાઈ રહ્યા છે. વડોદરામાં કોરોના સંક્રમણ વધતા જ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. વડોદરાના પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે સમરસ કોવિડ હોસ્પિટલ (Samaras covid Hospital)ની મુલાકાત લઈને સ્વાસ્થ્ય સેવાઓની સમીક્ષા કરી હતી.
વડોદરામાં ગોત્રી અને SSG બાદ સમરસ કોવિડ હોસ્પિટલ પણ કોરોનાના દર્દીઓ માટે તૈયાર કરાઈ છે. વડોદરાના પ્રભારી પ્રધાન પ્રદીપ પરમારે સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રદીપ પરમારે વડોદરાના મેયર અને તબીબોની ટીમ સાથે સ્થિતિની સમીક્ષા કરી.
સમરસ કોવિડ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના 800 બેડ તૈયાર કરાયા છે. વડોદરામાં કોરોનાની ત્રીજી લહેરમાં પહોંચી વળવા 15 હજાર બેડ તૈયાર કરાયા છે. આ સાથે જ તમામ ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવા આદેશ અપાયા છે.
બીજી તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંક્રમણને રોકવા કવાયત હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ અને પોલીસ મળી ભીડવાળી જગ્યાઓ પર JET દ્વારા પેટ્રોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. બજાર, શોપિંગ મોલમાં એનાઉસમેન્ટ કરી જાગૃતી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
તેમજ લોકોને માસ્કનો ઉપયોગ કરવામાં આવે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે અંગે સમજાવવામાં આવી રહ્યા છે. હાલ તો લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. પરંતુ સ્થિતિ આ જ રહી તો દંડ સહીતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Vadodara: કોરોનાના કેસ વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પોલીસ એક્શનમાં, સંક્રમણ રોકવા કવાયત હાથ ધરી
આ પણ વાંચોઃ Vadodara: શહેરની 17 શાળાઓમાં 20 વિદ્યાર્થીને લાગ્યુ કોરોના સંક્રમણ, શાળાના વર્ગો એક સપ્તાહ માટે બંધ