Vadodara : વાઘોડિયાના ગુતાલ ગામે મગરના હુમલાથી આધેડનું મોત, મગરને પકડવા પાંજરુ મુકવામાં આવ્યુ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 11, 2023 | 9:55 AM

ગુતાલ ગામની સીમમાં કોતરમાં હાથ-પગ ધોવા ઉતરેલા આધેડ પર મગરે હુમલો કર્યો હતો. આધેડનો પગ પકડી મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આધેડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આધેડને મગરના મોં માંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યો હતો.

Vadodara : વડોદરામાં વાઘોડિયાના ગુતાલ ગામે મગરના (Crocodile) હુમલાથી આધેડનું મોત થયું છે. ગુતાલ ગામની સીમમાં કોતરમાં હાથ-પગ ધોવા ઉતરેલા આધેડ પર મગરે હુમલો કર્યો હતો. આધેડનો પગ પકડી મગર ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આધેડે બૂમાબૂમ કરતા નજીકના ખેતરોમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને આધેડને મગરના મોં માંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યો હતો.

આ પણ વાંચો-Jamnagar : જામજોધપુરના નંદાણા ગામે દીપડો પાંજરે પૂરાયો, સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ Video

સારવાર દરમિયાન મગરના હુમલાનો શિકાર બનેલા આધેડે દમ તોડ્યો હતો. ત્યારે મગરને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું છે. લોકો માગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે મગરને પાંજરે પુરવામાં આવે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો