વડોદરામાં લોકસભા ઉમેદવાર હેમાંગ જોષીનો ભાજપના જ કેટલાક ગ્રુપમાં શરૂ થયો વિરોધ- જુઓ વીડિયો

|

Mar 28, 2024 | 8:22 PM

વડોદરામાં ભાજપે લોકસભા ઉમેદવાર બદલ્યા બાદ પણ આંતરિક અસંતોષનો ચરૂ હજુ શાંત નથી થયો. ભાજપના નવા ઉમેદવાર હેમાંગ જોષીનો ભાજપના જ કેટલાક ગૃપમાં વિરોધ થઈ રહ્યો છે અને I SUPPORT KETAN BHAIની ચેટ વાયરલ થઈ રહી છે.

ભાજપનો એક સમયનો ગઢ ગણાતા વડોદરામાં આ વખતે ભાજપના આંતરિક જૂથોમાં જ ઉકળતા ચરૂની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપે અહીંથી રંજનબેન ભટ્ટને સતત ત્રીજીવાર ટિકિટ આપી હતી. જો કે બાદમાં વિરોધ અને પોસ્ટર વોર શરૂ થઈ જતા ભાજપે અહીંથી ઉમેદવાર બદલવાની ફરજ પડી. જે બાદ હેમાંગ જોષીને ભાજપે ટિકિટ આપી છે. જો કે આ નવા ઉમેદવારને લઈને પણ ભાજપના જ કેટલાક ગૃપમાં વિરોધ શરૂ થયો છે.

વડોદરામાં કેતન ઈનામદારના સમર્થકોમાં રોષ

‘I SUPPORT KETAN BHAI’ નામના વોટ્સએપ ગ્રૃપમાં હેમાંગ જોષીનો વિરોધ કરતી ચેટ વાયરલ થઈ રહી છે. જેમા કેતન ઈનામદારના સંમર્થકોમાં ડૉ હેમાંગ જોષીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય કેતન ઈનામદારના સમર્થકોએ વોટ્સએપ ગ્રુપમાં બળાપો ઠાલવ્યો છે. કેતન ઈનામદારના સમર્થકોએ ગ્રૃપમાં ભાજપને વોટ નહીં આપવાની વાત કરી છે.

ગૃપની ચેટમાં આ પ્રકારની વાતો વાયરલ થઈ રહી છે.

  • “સાંસદ બન્યા બાદ હેમાંગ મતદારોને ઓળખે પણ નહીં”
  • “આ ભાઈએ સાવલી જોયું છે ખરું ? અહી ફક્ત કેતન ભાઈ જ ચાલે”
  • “5 લાખની લીડ ફક્ત ડંફાસો સાબિત થશે, કોંગ્રેસ જીતશે”

આ પણ વાંચો: ભાવનગરના ભાલ પંથકમાં 12 વર્ષથી કેનાલ બનીને તૈયાર પરંતુ આજ સુધી નથી મળ્યુ પાણી- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:02 am, Wed, 27 March 24

Next Video