Gujarati VIDEO : પશુ ચિકિત્સાલય છે કે દારૂનો અડ્ડો ! કમ્પાઉન્ડમાંથી ઠેર-ઠેર દેશી દારૂની ખાલી પોટલીઓ મળતા ખળભળાટ, જુઓ Video

Gujarati VIDEO : પશુ ચિકિત્સાલય છે કે દારૂનો અડ્ડો ! કમ્પાઉન્ડમાંથી ઠેર-ઠેર દેશી દારૂની ખાલી પોટલીઓ મળતા ખળભળાટ, જુઓ Video

| Edited By: | Updated on: Mar 05, 2023 | 7:36 AM

ચિકિત્સાલયના કમ્પાઉન્ડમાંથી ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ મળી આવી છે. ન માત્ર દેશી દારૂની ખાલી પોટલીઓ પરંતુ વિદેશી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી.

Vadodara : વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું પશુ ચિકિત્સાલય દારૂનો અડ્ડો બની ગયો છે. ચિકિત્સાલયના કમ્પાઉન્ડમાંથી ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ મળી આવી છે. ન માત્ર દેશી દારૂની ખાલી પોટલીઓ પરંતુ વિદેશી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી.જે દર્શાવે છે કે પશુ ચિકિત્સાલયના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ જામે છે.

પશુ ચિકિત્સાલયના કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ !

આપને જણાવી દઈએ કે,કરજણ પશુ ચિકિત્સાલયમાં તબીબ કે કમ્પાઉન્ડર નથી, આ મુદ્દે વડોદરા ભાજપ પ્રમુખ સતિષ પટેલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. મહત્વનું છે કે આ પશુ ચિકિત્સાલય હાલ બંધ હાલતમાં છે, પણ આ દ્રશ્યો જ ઘણુ બધુ કહી જાય છે કે અહીં ક્યા પ્રકારની પ્રવૃતિઓ થઈ રહી છે.

તો આ તરફ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવીલ હોસ્પિટલ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.ત્રણ દિવસ પહેલા સવારના સમયે સિવીલ હોસ્પિટલની OPD બિલ્ડીંગની બહાર એક શખ્સ પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની સિક્યુરિટી ગાર્ડે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી 11 જેટલી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા હડકંપ મચી ગયો હતો.

Published on: Mar 05, 2023 07:23 AM