Gujarat VIDEO: વડોદરા મનપાનુ કડક વલણ, ગેરકાયદે અને બિનઆરોગ્યપ્રદ એવી નોનવેજની લારી-દુકાનોના દબાણ દુર કર્યા

|

Feb 14, 2023 | 8:06 AM

વડોદરા મનપા દ્વારા પણ જેતલપુર બ્રિજ નીચે આવલી મચ્છી માર્કટના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ મોટાભાગના શહેરોમાં ગેર કાયદે મચ્છી-નોનવેજની લારી-દુકાનોના દબાણ દુર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા મનપા દ્વારા પણ જેતલપુર બ્રિજ નીચે આવલી મચ્છી માર્કટના દબાણો દુર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.મહત્વનું છે કે અનહાયજેનિક કન્ડિશનમાં વેચાતા નોનવેજ પર મનપાએ કાર્યવાહી કરી. જો કે આ દરમિયાન અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

ગેરકાયદેસર કતલખાનાઓ બંધ કરવા હાઇકોર્ટનો આદેશ

થોડા દિવસો અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા અવલોકન બાદ જણાવવામાં આવ્યુ હતુ કે, ગેરકાયદેસર કતલખાનાઓમાં કોઈપણ પ્રકારની શુદ્ધતા કે અન્ય બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી. જેના કારણે માનવજીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ એટલે કે જેમની પાસે લાયસન્સ નથી તેવા તમામ કતલખાનાઓ બંધ કરાવવા હાઇકોર્ટે નિર્દેશ પણ કર્યો છે.

Published On - 7:33 am, Tue, 14 February 23

Next Video