હવે ખાદ્યતેલ પણ ખાવા લાયક ન રહ્યું… વડોદરામાં શંકાસ્પદ તેલ જપ્ત, આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગે આશાપુરા પ્રોટીન્સ ખાતેથી 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન તેલ સીઝ કર્યું છે.
વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. શહેરમાં લૂઝ ખાદ્યતેલના વેચાણ સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આશાપુરા પ્રોટીન્સ ખાતે દરોડો પાડી 967 કિલો શંકાસ્પદ રિફાઇન્ડ પામોલીન તેલ સીઝ કરવામાં આવ્યું છે.
સીઝ કરાયેલા આ તેલના જથ્થાની કિંમત આશરે ₹1.53 લાખ અંદાજવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગે શંકાસ્પદ તેલના નમૂના એકત્રિત કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. આ તેલ કેટલા સમયથી વેચાઈ રહ્યું હતું અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ, તે અંગેની તપાસ પણ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, અને આવા બનાવોથી ખાદ્ય સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
