Vadodara : MS યુનિવર્સિટીના કેમ્પસમાં લગાવાઇ ગુજરાતની પ્રથમ પોપ્યુલેશન ક્લોક, અહીં ગુજરાતની વસ્તીના રિયલ ટાઇમ આંકડા દેખાશે
વડોદરા શહેરની MS યુનિવર્સિટીની (MS University) સાયન્સ ફેકલ્ટીના કેમ્પસના એન્ટ્રન્સ ગેટ પર ગુજરાતની પ્રથમ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક (Digital Population Clock) લગાવવામાં આવી છે. આ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક ગુજરાતની પ્રથમ અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક છે. 22 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
Vadodara : વડોદરા શહેરની MS યુનિવર્સિટીની (MS University) સાયન્સ ફેકલ્ટીના કેમ્પસના એન્ટ્રન્સ ગેટ પર ગુજરાતની પ્રથમ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક (Digital Population Clock) લગાવવામાં આવી છે. આ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક ગુજરાતની પ્રથમ અને દેશની 8મી ડિજિટલ પોપ્યુલેશન ક્લોક છે. 22 સપ્ટેમ્બરના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો- Banaskantha : યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ રખાઇ
આ પોપ્યુલેશન ક્લોકમાં દેશ અને ગુજરાતની વસ્તીના રિયલ ટાઇમ આંકડા જોવા મળશે. ડિજિટલ પોપ્યુલેશન ક્લોકનો અભ્યાસ કરતા એક મિનિટમાં દેશમાં 34 લોકોની વસ્તીનો વધારો થાય છે અને રાજ્યમાં 1.10 મિનિટમાં 2 લોકોની વસ્તીનો વધારો થાય છે. MS યુનિવર્સિટીમાં લાગેલુ ડિજિટલ પોપ્યુલેશન ક્લોક પ્રમાણે ભારત દેશની વસ્તી હાલ 1.43 અબજથી વધારે છે અને ગુજરાતની વસ્તી હાલ 7.19 કરોડથી વધુ છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો