વડોદરાઃ કરજણમાંથી ઝડપાઈ નકલી ઘી બનાવતી ફેક્ટરી, ઘીના 40 શંકાસ્પદ ડબ્બા કરાયા સીલ

|

Nov 28, 2023 | 11:35 PM

આરોપીઓ શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતા હતા અને ત્યારબાદ બજારમાં વેચાણ કરતા હતા. પોલીસે શંકાસ્પદ ઘીના નમૂના લઈ FSLમાં તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેલ્લા કેટલા સમયથી ઘી બનાવતા હતા અને અત્યાર સુધી ક્યાં ક્યાં વેચાણ કર્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વડોદરાના કરજણમાં ફરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. અસલીના નામે નકલી ઘીના વેચાણનો પર્દાફાશ થયો છે. બાતમીને આધારે પોલીસે કરજણના જલારામ નગરમાં આવેલા કબીર ફળિયામાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ફેક્ટરીમાંથી 40થી વધુ ઘીના શંકાસ્પદ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો વડોદરા વીડિયો : વાઘોડિયાના જરોદ ગામમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, ક્ષમતા કરતા વધારે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ શુદ્ધ ઘીના નામે નકલી ઘી બનાવતા હતા અને ત્યારબાદ બજારમાં વેચાણ કરતા હતા. પોલીસે શંકાસ્પદ ઘીના નમૂના લઈ FSLમાં તપાસ માટે મોકલી આપ્યા છે. હાલ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેલ્લા કેટલા સમયથી ઘી બનાવતા હતા અને અત્યાર સુધી ક્યાં ક્યાં વેચાણ કર્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video