Vadodara: વધુ એક નકલી PMO ઓફિસર ઝડપાયો, પારૂલ યુનિવર્સિટીના સંચાલકો પર જમાવતો હતો રૌફ, જૂઓ Video

|

Jun 24, 2023 | 9:45 AM

વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી નામનો વ્યક્તિ PMO ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપતો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી પૈસા પડાવતો હતો.

Vadodara : છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં PMOના નામે ઓળખ બતાવી લોકો સાથે ઠગાઇ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક નકલી PMO ઓફિસર સકંજામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે (Vadodara police) નકલી PMO ઓફિસરની ધરપકડ કરી છે. મયંક તિવારી PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપી ડંફાસ મારતો ઝડપાયો છે.

આ પણ વાંચો-Gujarat Rain : ખેડા, આણંદ, છોટા ઉદેપુર સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ, અમદાવાદમાં રહેશે વાદળછાયુ વાતાવરણ

ઘટના કંઈક એવી છે કે વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી નામનો વ્યક્તિ PMO ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપતો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી પૈસા પડાવતો હતો. જો કે અગાઉ ઝડપાયેલા નકલી PMO ઓફિસર કિરણ પટેલ ઝડપાવાની ઘટના બાદ યુનિવર્સિટીના સંચાલકોને આ બાબતે શંકા ગઈ હતી. જેથી નકલી PMO ઓફિસર મયંક તિવારી વિશે પોલીસ સહિત ઉચ્ચસ્તરે જાણ કરાઈ હતી. લાંબા સમયથી મયંક તિવારી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video