વડોદરામાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલનું સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન, પાટીદાર વોટબેંક પર પડી શકે છે અસર

|

Apr 19, 2022 | 5:52 PM

કોંગ્રેસના (Congress) નવા સંગઠનમાં પ્રશાંત પટેલને કોઈ હોદ્દો ન મળતા પ્રશાંત પટેલ (Prashant Patel) અને તેમના સમર્થકો નારાજ થયા છે. ત્યારે હવે રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પાટીદાર આગેવાનોમાં ખુલીને નારાજગી સામે આવતી જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે વડોદરા કોંગ્રેસમાં (Congress) મોટો ભડકો થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. વડોદરાના (Vadodara) પૂર્વ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ (Prashant Patel) અને તેમના સમર્થકોએ સમા-સાવલી રોડ પર સ્નેહમિલન કાર્યક્રમ થકી શક્તિ પ્રદર્શન યોજ્યું. મારો મિત્ર નામનું સંગઠન તૈયાર કરીને પાટીદાર આગેવાનો અને પોતાના સમર્થકોને એકઠા કર્યા હતા. કોંગ્રેસના નવા સંગઠનમાં પ્રશાંત પટેલને કોઈ હોદ્દો ન મળતા પ્રશાંત પટેલ અને તેમના સમર્થકો નારાજ થયા છે. ત્યારે હવે રાજકોટ બાદ હવે વડોદરામાં પણ પાટીદાર આગેવાનોમાં ખુલીને નારાજગી સામે આવતી જોવા મળી રહી છે.

પ્રશાંત અને સંદીપ પટેલના નવા સંગઠન મારો મિત્રના કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યાં. જેમાં પૂર્વ સાંસદ અને પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત હોદ્દેદાર સત્યજીત ગાયકવાડ ઉપસ્થિત રહ્યાં. તો ત્રણ કોર્પોરેટર હરીશ પટેલ, જહાં ભરવાડ અને પુષ્પા વાઘેલા હાજર રહ્યાં હતા. આ ઉપરાંત પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ કોર્પોરેટર અનિલ પરમાર અને પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ પણ હાજર રહ્યાં હતા. જો કે વડોદરા કોંગ્રેસના હાલના પ્રમુખ ઋત્વિજ જોશી અને તેમની નજીકના નેતાઓ કાર્યક્રમમાં જોવા મળ્યા ન હતા.

બીજી તરફ વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલે કોંગ્રેસથી નારાજગી કે શક્તિ પ્રદર્શનની વાતને ફગાવી. તો કોંગ્રેસના જ પંચમહાલના પ્રભારી સંદીપ પટેલે કહ્યું કે વડોદરાના લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ માટે સંગઠન બનાવ્યું છે. અમે કોઈ આગેવાનો કોંગ્રેસના નિર્ણયથી નારાજ નથી. અમે કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેવાના છીએ.

આ પણ વાંચો-Ahmedabad: એક દપંતીએ ઠગાઈ કરતા આધેડએ કર્યો આપઘાત, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો-PM Modi in Gujarat Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે, નરેન્દ્ર મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ, WHO ના ડાયરેક્ટર અને મોરેશિયસના PM ઉપસ્થિત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video