Vadodara : બાળ તસ્કરીમાં સંડોવાયેલું દંપતિ ઝડપાતા બાળકોની તસ્કરીના રેકેટનો ઘટસ્ફોટ

Vadodara : બાળ તસ્કરીમાં સંડોવાયેલું દંપતિ ઝડપાતા બાળકોની તસ્કરીના રેકેટનો ઘટસ્ફોટ

yunus.gazi
| Edited By: | Updated on: Sep 05, 2022 | 2:25 PM

બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા 8 દિવસની બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં દંપતીએ કબૂલાત કરી હતી કે તેઓ દિલ્લીથી બાળકીને લાવ્યા છે.

વડોદરા  (Vadodara) જિલ્લામાં બાળ તસ્કરીના રેકેટનો ઘટસ્ફોટ થયો છે અને વડોદરા શહેર પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરીને તેમને સપ્લાય કરતી ગેંગના પતિ-પત્નીને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી બાળકીનો કબજો પણ મેળવ્યો છે. પ્રાથમિક વિગત અનુસાર આ દંપતિએ માત્ર 8 દિવસની બાળકીની ચોરી કરી હતી.બાળ તસ્કરીના  ( Child trafficking ) મોટા રેકેટનો ખુલાસો થતાં પોલીસે ઝડપાયેલા દંપતીનો DNA ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.

શું છે ઘટના?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન સૌરભ વિશ્વનાથ વેરા અને તેની પત્ની સોમા વેરા 8 દિવસની બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં દંપતીએ કબૂલાત કરી હતી કે તેઓ દિલ્લીથી બાળકીને લાવ્યા છે અને તેને દત્તક લેવાના છે. જોકે આરોપી દંપતી પાસે  બાળકીને દત્તક લેવાના કોઈ આધારભૂત  પુરાવા ન મળતા રાવપુરા પોલીસે બંનેની અટક કરી હતી. જ્યારે બાળકીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આરોપી તેમજ બાળકીનો કરવામાં આવશે DNA ટેસ્ટ

પોલીસ હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ એ સવાલનો જવાબ મેળવવા કામે લાગી છે કે દંપતી બાળકોની તસ્કરીમાં કેવી રીતે સંડોવાયેલું છે, અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરીને સપ્લાય કરી ચૂક્યા છે અને બાળકોની તસ્કરીના રેકેટમાં અન્ય કોની કોની સંડોવણી છે. આ સવાલોનો જવાબ મેળવવા માટે વડોદરા શહેર પોલીસની એક ટીમ દિલ્લી પણ મોકલવામાં આવશે. તેમજ વડોદરા પોલીસ ઝડપાયેલા દંપતીનો  તેમજ બાળકીનો DNA ટેસ્ટ પણ કરાવશે.

બનાસકાંઠામાં  પણ આવી ઘટના સામે આવી હતી

ઓગસ્ટ મહિનામાં  બનાસકાંઠાના થરાદમાં બાળતસ્કરીની એક ચોંકાવનારી ઘટના સામ આવી હતી. આ ઘટના એવી હતી કે અહીં  ગરીબ પરિવારની કિશોરીને 40 હજારમાં ખરીદાઈ હતી અને તેને 4 લાખમાં વેચે તે પહેલાં પોલીસે કાર્યવાહી કરી બાળકીને બચાવી લીધી છે. જોકે આ ઘટનામાં માતા પિતાએ જ કિશોરીને વેચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યાર બાદ પોલીસે  કિશોરીના માતા-પિતા સહિત કુલ 8 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">