અનોખી ઘટના : વડોદરાની હિંમતપુરા ગ્રામ પંચાયતની મતગણતરીમાં મતપેટીમાંથી ચલણી નોટો નીકળી

|

Dec 27, 2021 | 10:45 PM

જેમાં મતગણતરી ચાલતી હતી ત્યારે મતપેટીમાંથી 10 અને 50 રૂપિયાની ચલણી નોટ નીકળી હતી. પ્રેશર કુકરના નિશાનવાળા ઉમેદવારની મતકાપલી સાથે ચલણી નોટ નીકળી હતી.

વડોદરા(Vadodara)જિલ્લાના ડેસર તાલુકાના હિંમતપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીની(Gram Panchayat Election) મતગણતરી દરમિયાન અનોખી ઘટના સામે આવી. જેમાં મતગણતરી ચાલતી હતી ત્યારે મતપેટીમાંથી 10 અને 50 રૂપિયાની ચલણી નોટ નીકળી હતી. પ્રેશર કુકરના નિશાનવાળા ઉમેદવારની મતકાપલી સાથે ચલણી નોટ નીકળી હતી. જો કે મતપેટીમાંથી જે ઉમેદવારના નિશાનવાળી કાપલી સાથે ચલણી નોટ મળી આવી તે ઉમેદવારની ચૂંટણીમાં હાર થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી કોઈના માટે ખુશી તો કોઈના માટે આંસુ લઈને આવી. વાપીના છરવડા ગામે એક ઉમેદવારને માત્ર એક જ મત મળતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો..આ ઉમેદવારના પરિવારના 12 મત હતા.. જો કે પત્નીએ પણ મત ન આપ્યાનું સામે આવતા હારેલો ઉમેદવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો.

પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામે માતા સામે પુત્રનો 27 મતથી પરાજય થયો. જો કે પરિવારજનોએ એકસાથે જીતનો ઉત્સવ મનાવ્યો. તો દાહોદની ઘેસવા ગ્રામ પંચાયતમાં 21 વર્ષીય રિન્કુ ડામોર સૌથી યુવા મહિલા સરપંચ બન્યા. રિન્કુ ડામોરે જીત બાદ ગામમાં વીજળી, પાણીની સમસ્યા દૂર કરવાનો સંકલ્પ લીધો. બોટાદના રાણપુરના કનારા ગામે સરપંચ પદે મેરૂભા પરમાર જીત્યા તો ખુશીના આંસુ છલકાઈ ગયા.

આ પણ વાંચો : Gram Panchayat Election: ચૂંટણી પરિણામો કયાંક ભત્રીજા વહુની જીત થઇ, કયાંક મોટાભાઇની હાર થઇ, જાણો આ રસપ્રદ પરિણામો

આ પણ વાંચો :  Gram Panchayat Election: દાહોદના સિંગવડના કેશરપુર ગામમાં તોડફોડની ઘટના, વિજેતા ઉમેદવારને ઘરે તોડફોડ

Published On - 7:46 pm, Tue, 21 December 21

Next Video