Vadodara : પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે ભાજપે ધરણા યોજ્યા, કોંગ્રેસ પર મૂક્યો આ આરોપ

|

Jan 09, 2022 | 6:13 PM

ભાજપના નેતાઓએ પંજાબના સીએમ અને સોનિયા ગાંધીને આડે હાથ લીધા હતા. એટલું જ નહિં ષડયંત્ર કરીને પીએમના જીવને જોખમમાં મુક્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

પંજાબમાં પીએમ મોદીની(PM Modi) સુરક્ષામાં ચૂક(Security lapse)મામલે ગુજરાતમાં(Gujarat) ભાજપનો(BJP) વિરોધ યથાવત્ છે. જેમાં રાજ્યમાં ભાજપે ઠેર-ઠેર ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા’ નામનો કાર્યક્રમ યોજ્યો હતો.. જે અંતર્ગત વડોદરામાં(Vadodara) પણ ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.

જેમાં ભાજપના નેતાઓએ પંજાબના સીએમ અને સોનિયા ગાંધીને આડે હાથ લીધા હતા. એટલું જ નહિં ષડયંત્ર કરીને પીએમના જીવને જોખમમાં મુક્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનવણી

ઉલ્લેખનીય છે કે,  સુપ્રીમ કોર્ટ સોમવારે  પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલાની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ત્રણ સભ્યોની બેંચ આ મામલે સુનાવણી કરશે.

જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ખામીનો મામલો ઉઠાવ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિને તેમનું કામ રોકવા માટે કહ્યું હતું.

શું છે આ સમગ્ર મામલો?

PM મોદી 42,750 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. આ માટે તેને રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક લઈ જવામાં આવી રહ્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ ઘટનાસ્થળથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કરીને રસ્તો રોકી દીધો હતો, જેના કારણે વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. રસ્તો ખાલી ન હોવાથી તેમણે રેલી કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો : DAHOD : લક્ષ્મીનગરમાં એક મહિનાથી આવે છે લાલ પાણી, દૂષિત પાણી સ્વાસ્થ્ય માટે છે જોખમી

આ પણ વાંચો :Ahmedabad: કોંગ્રેસના કાઉન્સલીરોનો હાઇ વૉલ્ટેજ ડ્રામા, વિપક્ષ નેતાના મુદ્દે 10 કાઉન્સલીરોએ રાજીનામાં આપ્યા

Published On - 6:09 pm, Sun, 9 January 22

Next Video