Breaking News: પેટ્રોલની ટાંકી ‘ફૂલ’ કરાવીને જેવો બહાર નીકળ્યો કે બાઈક બની ગઈ ‘અગનગોળો’ વડોદરામાં પેટ્રોલ પંપ પાસે ભયાનક આગ

| Edited By: | Updated on: Mar 24, 2026 | 6:58 PM

વડોદરાના સરદાર એસ્ટેટ પાસે આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક બાઈકચાલક પેટ્રોલ પંપ પરથી ઈંધણ ભરાવીને જેવો બહાર નીકળ્યો, કે તરત જ તેની બાઈકમાં અચાનક વિકરાળ આગ લાગી ગઈ હતી.

વડોદરામાં સરદાર એસ્ટેટ પેટ્રોલ પંપ પાસે આજે સવારે ભયનો માહોલ સર્જાયો હતો. એક બાઇક ચાલક પેટ્રોલની ટાંકી ફૂલ ભરાવી પંપ પરથી બહાર નીકળી રહ્યો હતો, ત્યારે જ અચાનક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પેટ્રોલ પંપ બિલકુલ નજીક હોવાને કારણે મોટી હોનારત થવાની બીકે લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને પંપ સુધી પહોંચતા અટકાવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બાઈક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

સરકાર, પેટ્રોલ પંપ માલિકો અને પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં લોકોમાં ભયનો માહોલ ઓછો થયો નથી. પરિણામે, લોકો સતત પેટ્રોલ ભરાવવા માટે પંપ પર ઉમટી રહ્યા છે. પેટ્રોલ પંપ પર લાઈનોને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરી પછી લાઈનો થોડા પ્રમાણમાં ઘટતી જોવા મળી હતી.

India Healthcare Crisis: યુદ્ધના કારણે ‘જીવન રક્ષક’ ગેસની અવગણના, શું ભારત પર મંડરાઈ રહ્યું છે મેડિકલ ઈમરજન્સીનું મોટું જોખમ?

Follow Us