ગીર સોમનાથમાં ફરી યુરિયા ખાતરની સર્જાઈ અછત, વેરાવળ, તાલાળા, કોડિનારના ખેડૂતો પરેશાન- વીડિયો
ગીર સોમનાથમાં ફરી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. ખેડૂતોને દિવાળી બાદ યુરિયાનું વિતરણ શરૂ થશે તેવુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ તહેવારો બાદ પણ યુરિયાનુ વેચાણ શરૂ ન થતા ખેડૂતોની પરેશાની વધી છે. ખેડૂતો યુરિયાનું વિતરણ શરૂ કરવાની માગ કરી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતની બુમરાણ ઉઠી છે. જિલ્લામાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે. વેરાવળ, તાલાળા, કોડિનાર અને ઉના સહિતના વિસ્તારોમાં ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી ખાતર આવ્યુ ન હતુ અને જ્યારે ખાતર આવ્યુ ત્યારે ફક્ત એક-બે થેલી જ આપવામાં આવી રહ્યુ છે. જેનાથી ખેતી થઈ શકે તેમ નથી. ત્યારે ખેડૂતોની પરેશાની વધી છે.
આ પણ વાંચો: ગીરસોમનાથ: કોડિનારમાં યુરિયા ખાતર માટે હોબાળો, પોલીસ બોલાવવી પડી, ખેડૂતોનો રોષ થયો વીડિયોમાં કેદ
બીજી તરફ સરકારી ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સના અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. NGFCના અધિકારીએ ખાતરની અછતની વાતને અફવા ગણાવી. તેમણે દાવો કર્યો કે તેમની પાસે ખાતરનો પૂરતો જથ્થો છે. જો કે અહીં ખેડૂતો એવો પણ વળતો સવાલ કરી રહ્યા છે કે પૂરતો જથ્થો છે તો વિતરણ બંધ કેમ કરવામાં આવ્યુ છે. દિવાળી બાદ વિતરણ શરૂ કરવાનુ કહેવામાં આવ્યુ હતુ પરંતુ કેટલાક સેન્ટરો પર તો હજુ સુધી વિતરણ જ શરૂ કરાયુ નથી.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો