આજનું હવામાન : ઉનાળામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવન, ગાજવીજ સાથે કરા પાડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પવન, ગાજવીજ સાથે કરા પાડવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ માવઠાની શક્યતા છે. આણંદ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે.ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવન અને ભારે વરસાદ પડવાની પણ આગાહી હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.
ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી
જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
હળવાથી મધ્યમ વરસાદનુ અનુમાન
અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.