Gujarati VIDEO : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદના એંધાણ, જગતના તાત પર ઘેરાયા ચિંતાના વાદળો

|

Mar 13, 2023 | 9:44 AM

ખાસ કરીને કચ્છ, વલસાડ, સુરત, તાપી,નર્મદા, પાટણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે.

Unseasonal Rain : આજથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે.ખાસ કરીને કચ્છ, વલસાડ, સુરત, તાપી,નર્મદા, પાટણ, દાહોદ, બનાસકાંઠા,સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો આ તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠુ પડી શકે છે.

ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના

તો બીજી તરફ વરસાદને પગલે માર્કટ યાર્ડ તથા ખેડૂતોને ખુલ્લી ખેત પેદાશોને ઢાંકી રાખવાની પણ જાણ કરવામાં આવી છે.ઉનાળાની શરૂઆતમાં જ વધુ એક વાર માવઠાની આગાહીને પગલે ફરી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. 13 માર્ચથી એટલે કે આજથી આગામી બે  દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે.

ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.આપને જણાવી દઈએ કે, માવઠાના કારણે આ પહેલા પણ જગતના તાતના મહામુલા પાકને નુકશાન થયુ હતુ અને તેવી વચ્ચે ફરી એક વાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.

Published On - 8:59 am, Mon, 13 March 23

Next Video