ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. જામનગરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોર છવાયેલો છે. જામનગરમાં લાલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે.
જામનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે. નાદુરી, ગોદાવરી, સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખુલ્લામાં પડેલા પશુના ઘાસ અને બાજરીનો પાક પલડી ગયો હતો. વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યુ છે.
ગુજરાતમાં માવઠાનો માર હજુ પણ યથાવત રહેશે. હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. એક તરફ ગુજરાતમાં મોડી રાતથી ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યાં બીજી તરફ હવામાન વિભાગે વરસાદને લઇને ફરી આગાહી કરી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…