Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, જગતના તાતની ચિંતામાં વધારો, જુઓ Video

Banaskantha : પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, જગતના તાતની ચિંતામાં વધારો, જુઓ Video

| Edited By: | Updated on: Dec 27, 2024 | 11:41 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પાલનપુર, દાંતા, વડગામમાં વરસાદ વરસ્યો છે. પાલનપુર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ગઈકાલે મોડી રાત્રે પાલનપુર, દાંતા, વડગામમાં વરસાદ વરસ્યો છે. પાલનપુર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાથી ખેડૂતો ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. પાકને નુકસાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અરવલ્લીમાં વરસ્યો કમોસમી વરસાદ

બીજી તરફ અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. મેઘરજ અને માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. પહાડિયા, સિસોદરા, કંભરોડા, બેડજ, કુંભેરા, રામગઢીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. જેના પગલે બટાકાં, ઘઉં અને ચણાના પાકમાં નુકસાનની ભીતિ છે.

ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરા સાથે વરસાદ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે કરાં પડ્યા છે. ખેડબ્રહ્માના દામવાસ પંથકમાં કરાં પડ્યાં હતા. સાબરકાંઠાના 8 તાલુકામાંથી 4 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં 01 મીમી, ઈડરમાં 06 મીમી, ખેડબ્રહ્મામાં 04 મીમી અને વડાલીમાં 07 મીમી વરસાદ ખાબક્યો છે. ભરશિયાળે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કરા સાથે માવઠું થતા વરિયાળી અને બટાકાના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે.