આજનું હવામાન : ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jan 19, 2025 | 7:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી ઓછું થઈ શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 22 જાન્યુઆરી પછી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ કરી છે. 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બેવડીઋતુના પગલે કૃષિ પાકોમાં રોગ આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ગીર સોમનાથ, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મોરબી, પાટણ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.