આજનું હવામાન : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video

| Updated on: Feb 06, 2025 | 7:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસોમાં ઠંડીનું જોર થોડું ઘટે તેવી શક્યતા છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં સવારે ઠંડો પવન ફૂંકાઈ શકે છે. વર્તમાન સમયમાં પવનની દિશા ઉત્તર-પૂર્વ તરફની છે.

અંબાલાલ પટેલે કરી આગાહી

બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બે દિવસ સુધી વાદળ છાયું વાતાવરણ રહેશે. ફેબ્રુઆરીમાં રાજ્યભરમાં વાદળ દેખાશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ પૂર્વી રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. તો સાબરકાંઠા , પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની છાંટા પડવાની શક્યતા છે. રાજ્યમાં 6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન ઠંડી વધે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મહેસાણા, મહીસાગર, દાહોદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.