આજનું હવામાન : દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી,  આ તારીખે વાવાઝોડાની શક્યતા, જુઓ Video

આજનું હવામાન : દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી, આ તારીખે વાવાઝોડાની શક્યતા, જુઓ Video

| Updated on: Apr 02, 2025 | 8:12 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. આજે અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે.

આગામી ચાર દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ છે. કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 4 એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માવઠાથી કેરીના પાકને મોટાપાયે નુકસાનની ભીતિ થઈ છે. માવઠાની શક્યતા વચ્ચે કેટલાંક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. હીટવેવની શંકાએ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા

હવામાન વિભાગ અનુસાર ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ છૂટાછવાયા કમોસમી વરસાદી ઝાપટા પડશે.એટલું જ નહીં કેટલાક વિસ્તારોમાં 40થી 45 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં કમોસમી વરસાદ પડશે. માવઠાનો આ સિલસિલો 4 એપ્રિલ સુધી યથાવત રહે તેવી શક્યતા. તેમજ 4 એપ્રિલે કેટલાક વિસ્તારમાં વાવાઝોડાની સાથે વરસાદ આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો