ગુજરાતમાં આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી, તાપમાનનો પારો પણ ગગડશે

| Edited By: | Updated on: Dec 04, 2023 | 9:52 PM

મિચોંગ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઇ શકે છે. જેના કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. ઠંડીનું જોર વધશે. ત્યારે આગામી 2થી 3 દિવસ ભારે પવન ફૂંકાશે. 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે વધુ એક વખત માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

આગામી બે દિવસ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો 5 ડિસેમ્બરે સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે.

આ પણ વાંચો મિચોંગ વાવાઝોડાની અસર તળેે ગુજરાત પર ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય, જુઓ વીડિયો

મિચોંગ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઇ શકે છે. જેના કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. ઠંડીનું જોર વધશે. ત્યારે આગામી 2થી 3 દિવસ ભારે પવન ફૂંકાશે. 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે વધુ એક વખત માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો