આજનું હવામાન : કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ વિસ્તારમાં થશે માવઠું, જુઓ Video

| Edited By: | Updated on: Jan 26, 2025 | 7:56 AM

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આગામી 5 દિવસ ફેરફારની કોઇ જ શક્યતા નથી.. એટલે કે હાલ ફૂંકાતા પવનનો જોર આગામી દિવસોમાં પણ જોવા મળશે.જો ઠંડીની વાત કરીએ તો નલિયામાં સૌથી વધારે ઠંડી પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં આગામી 5 દિવસ ફેરફારની કોઇ જ શક્યતા નથી.. એટલે કે હાલ ફૂંકાતા પવનનો જોર આગામી દિવસોમાં પણ જોવા મળશે.જો ઠંડીની વાત કરીએ તો નલિયામાં સૌથી વધારે ઠંડી પડી શકે છે.

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં ઠંડી લગભગ 27 જાન્યુઆરી સુધી પડશે. તેમજ બેવડી ઋતુનો અનુભવ પણ થાય તેવી આગાહી કરી છે. સવારના સમયે ઠંડીનો ચમકારો જોવા મળશે. જ્યારે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાનમાં ફેરફાર આવી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આકરી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. 28 જાન્યુઆરીથી અનેક વિસ્તારોમાં રહેશે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કેટલાક વિસ્તારોમાં માવઠું થાય તેવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં માવઠાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાળું વાતાવરણ રહી શકે છે. 19 ફેબ્રુઆરી બાદથી રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.