Botad : રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો, રસ્તા અને ખેતરોમાં ભરાયા પાણી, જુઓ Video
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત અવિરત વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયેલો છે. બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત અવિરત વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. બોટાદ પંથકમાં 3 દિવસ સતત કમોસમી વરસાદ યથાવત્ રહેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
કમોસમી વરસાદથી મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે. તેમજ બોટાદના અણીયાળી, કેરીયા, ધારપીપળા, કિનારા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા છે. કમોસમી વરસાદ ખાબક્તા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે બોટાદના રાણપુર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે 4થી 8 નવેમ્બરે ફરીથી વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. હાલના વાતાવરણ 2 નવેમ્બર સુધી યથાવત રહેશે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ જોવા મળ્યા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. તો 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારેની શક્યતા છે.
