Gujarati video : ઊંઝા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બીજી સૌથી મોટી નગરયાત્રાની તૈયારીઓ કરી શરૂ

| Edited By: | Updated on: May 03, 2023 | 10:09 AM

ઊંઝામાં માં ઉમિયાની ભવ્ય નગરયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. યાત્રામાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર, ઉતાર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ વિસ્તારોના લોકો અહી આવશે.

ઊંઝામાં આગામી 5 મે ના રોજ મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા યોજાશે. આ યાત્રા ભવ્યાતિભવ્ય બની રહે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. 4 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં 50 થી 60 હજાર લોકો જોડાશે.યાત્રામાં 165 જેટલી વિવિધ ઝાંખીઓ રજૂ થશે..ઉમિયા માતાજી સંસ્થાનના જણાવ્યા મુજબ આ નગરયાત્રા ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી નગરયાત્રા રહેશે. ગુજરાતની આ બીજા ક્રમની નાગર યાત્રા હોવાનો દાવો લરવામાં આવી રહ્યો છે. આ નગર યાત્રામાં કેટલાય હાથી ઘોડા સહિત ભક્તો ઉમટી પડશે.

આ પણ વાંચો : 11મી સદીમાં નિર્માણ પામેલુ મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળાનો છે ઉત્તમ નમૂનો, સૂર્યમંદિરની બાંધણી અને કોતરકામની જુઓ તસ્વીરો

આ નગર યાત્રામાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર, ઉતાર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત મુંબઈ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત વિવિધ વિસ્તારોમાં માં ઉમિયાનો દિન પ્રતિદિન ભક્તિભાવ જે વધી રહ્યો છે. જ્યાથી પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે. મહત્વનુ છે કે નગર વ્યસનમુક્ત બને તેવી સંકલ્પ પણ આ યાત્રામાં કરાવવામાં આવશે તેવું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…