AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: રાજકોટના 17માં રાજા માંધાતાસિંહની રાજતિલક વિધી, બપોરે વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે

જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે. એ રાજકોટ શહેરમાં રાજા માંધાતાસિંહનો રાજ્યાભિષેક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઈકાલે માંધાતાસિંહનો દેહશુદ્ધિ કાર્યક્રમ થયો. સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી. જે બાદ આજે તેમની નગરયાત્રા નીકળશે. આજના દિવસના કાર્યક્રમની વાત કરીએ તો મહાયજ્ઞ, માતૃકા પૂજન, અરણી મંથનથી અગ્નિ સ્થાપનનો કાર્યક્રમ બપોરે 1 વાગ્યા […]

VIDEO: રાજકોટના 17માં રાજા માંધાતાસિંહની રાજતિલક વિધી, બપોરે વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે
| Updated on: Jan 28, 2020 | 5:04 AM
Share

જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે. એ રાજકોટ શહેરમાં રાજા માંધાતાસિંહનો રાજ્યાભિષેક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઈકાલે માંધાતાસિંહનો દેહશુદ્ધિ કાર્યક્રમ થયો. સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા-અર્ચના પણ કરવામાં આવી. જે બાદ આજે તેમની નગરયાત્રા નીકળશે. આજના દિવસના કાર્યક્રમની વાત કરીએ તો મહાયજ્ઞ, માતૃકા પૂજન, અરણી મંથનથી અગ્નિ સ્થાપનનો કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસમાં મહાયજ્ઞના મંત્રોનો પ્રધાન હોમ, જળયાત્રા, સાયપૂજન કરાશે. ત્યારે બપોરે 12થી 2 વાગ્યા સુધી ક્ષત્રિય દીકરા-દીકરીઓ પરંપરા અને શૌર્યના નિદર્શ સમા તલવાર રાસનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ ડ્રાઈવઈન સિનેમા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યો છે તો બપોરે 3.30થી 6.30 વાગ્યા સુધી વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેમાં વિન્ટેજ કાર, જૂની બગીઓ, હાથી, ઘોડા, બળદગાડાં, ઢોલ-શરણાઈ સાથે સામેલ થશે. આ નગરયાત્રા પેલેસ રોડ, કેનાલ રોડ, ભૂતખાના ચોક, માલવિયા પેટ્રોલ પમ્પ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી, લીમડા ચોક, ત્રિકોણ બાગ, લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ થઈ પેલેસ રોડ પર પૂરી થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ, જાણો ત્રણ દિવસના રાજતિલક કાર્યક્રમની રૂપરેખા

g clip-path="url(#clip0_868_265)">