Dang Rain : ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નદીઓમાં ફરી આવ્યા નીર, જુઓ Video

Dang Rain : ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નદીઓમાં ફરી આવ્યા નીર, જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2023 | 10:22 PM

ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ફરી નીર આવ્યા છે. તો વઘઈથી આહવા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. તો ધૂળચોંડ ગામ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. તો વરસાદના કારણે નાગલી, વરાઈ, ડાંગર જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

Dang Rain : રાજ્યમાં લાંબા સમય બાદ વરસાદ શરૂ થયો છે. ત્યારે ડાંગ (Dang) જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. અંબિકા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. તો જિલ્લાના અલગ અલગ પાંચ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો Dang News: જિલ્લામાં મેઘ મહેર યથાવત, વરસાદને પગલે જિલ્લાના ચાર માર્ગો અવરોધાયા, જુઓ Video

વઘઈથી આહવા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. તો ધૂળચોંડ ગામ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ડાંગ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેમાં આહવા, સાપુતારા સહિત પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં વરસાદ વરસ્યો જેના કારણે નાગલી, વરાઈ, ડાંગર જેવા પાકોને જીવનદાન મળ્યું છે.

ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો